મોરબીના અનેક વિસ્તારોમાં બુધવારે વિજકાપ

મોરબી : આવતીકાલે તા.31ને બુધવારે મોરબી શહેરમા આવેલ જેલરોડ ફીડર તેમજ ઘુંટુ ઔદ્યોગિક ફીડર હેઠળ આવતા વિસ્તારો મેઇન્ટનન્સ કામગીરીને કારણે બંધ રાખવામા આવનાર હોવાનું વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ નવી લાઈન કામની કામગીરી તેમજ ફીડર સમાર કામની કામગીરી કરવાની હોવાથી મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી જેલ રોડ ફીડર સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમા આવતા વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ,ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ,કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી,સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img