મોરબીના આ વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: આવતીકાલે બુધવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આવતીકાલે તારીખ ૦૬-૦૩- ૨૦૨૪ ને બુધવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી રાજનગર ફીડર સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img