મોરબીના ચકમપર ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૦૮-૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે:૦૪ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૬-૦૮-૨૦૨૫ ને શનિવારના રોજ જન્માષ્ટમીના દિવસે ચકમપર ગામ ખાતે “મટકી ફોડ” તથા “ભવ્ય રથયાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. સવારે: ૦૮:૩૦ થી ૧૨:૦૦ કલાકે રામજી મંદિર ચોક થી રથયાત્રાનું પ્રારંભ તથા મટકી ફોડ કાર્યક્રમ યોજવામા આવશે અને સાંજે:૦૪ કલાકે તથા રાત્રીના:૦૯ કલાકે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત ચકમપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...