મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે
મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેટ પાસે રોજ સવાર સાંજ હજારો લોકો આવન જવન કરે છે તેમાં પાલિકા ના અઘિકારી પદાધિકારી ઓ પણ ત્યાં થી નીકળે છે પણ આ લોકો ને છેલા ત્રણ દિવસ થી જય હિન્દ ટોકીજ પાસે મેઇન રોડ નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાય છે અને ગટર નો ગંદો કચરો પણ ઉપાડિયા વગર નો રોડ રસ્તા ઉપર પડિયો છે તે દેખતો નથી ?
આં નિષ્ફળ અને પ્રજા વિરોઘી ભાજપ શાસિત નગરપાલિકા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને મોરબી ના હાર્દ સમા નહેરુ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી દેખાતા નથી કે જાણી જોય ને કામ કરતા નથી એ પ્રજા એ સમજવા માગે છે ? આ ઉભરાતી ગટરના ગંદા પાણી અને કચરા ની દુર્ગંધ થી લોકો પરેશાન થઈ ગયા છે અને રોગચાળો નો ફેલાવો થાય તે પહેલાં આં ગંદકી દૂર કરવા લોકો ની લાગણી અને માંગણી છે.
ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...