વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ અન્વયે જિલ્લાના અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાશે
મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી લાભો મળે તે માટે રાજ્ય સરકાર તરફ આગામી ૨૧ ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાજાનાર છે.
આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમમાં મંડપ, સ્ટોલ, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, ફિલ્મ નિદર્શન, કાયદો અને વ્યવસ્થા સહિતની કામગીરી વિશે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્તના કામો અન્વયે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયા, જિલ્લા આયોજન અધિકારી જીજ્ઞેશભાઈ બગિયા, તાલુકા વિકાસ અધિકારી , મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...