પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાના નામકરણ બાબતે આમ આદમી પાર્ટીનું કલેકટરને આવેદન 

આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં આપેલ હોવાથી કોઈ વ્યક્તિગત નામ પર રાખવું યોગ્ય ન ગણાય જેથી નામ બદલવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી મોરબીની જનતા અને દરેક સમાજને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img