મોરબીનાં સરદાર નગર (માણેકવાડા) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામા મંડળ નું આયોજન

મોરબી : મોરબી જિલ્લાના સરદારનગર(માણેકવાડા)માં આનંદેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોનો લાભ લેવા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

મોરબી જિલ્લાના સરદારનગર(માણેકવાડા) ખાતે તા.7ને શનિવાર અને તા.8ને રવિવારના રોજ આનંદેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તા.8ના રોજ સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે સનાતન ધર્મ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગવી શૈલીમાં રામાપીરનું આખ્યાન તથા પરચા રજુ કરાશે યજમાન પદે અરજણભાઈ લવજીભાઈ ગોધવીયા હાજર રહેશે યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી પિયુષભાઇ પી.પંડ્યા ઉપસ્થિત રહેશે

તા.7ના રોજ યજ્ઞ પ્રારંભ થશે અને તા.8ના રોજ નૂતન મંદિરે ઈંડુ તથા ધ્વજા ચડાવી તેમજ મૂર્તિ સ્થાપના અને બીડું હોમવામાં આવશે.આયોજક અરજણભાઈ,લાભુબેન અને ઉમેશભાઈએ લોકોને આ કાર્યક્રમોમાં ભાગ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે.વધુ માહિતી માટે મો.63540 28949 અને 99791 48981 પર સમરક કરવો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img