Friday, April 26, 2024

RTE શિક્ષણ અધિકાર યોજના અન્વયે મોરબી જિલ્લામાં રાજ્ય સરકારે 8,941બાળકોની 10.27 કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા ૧૬૫ શાળાઓમાં વિદ્યાર્થીઓને RTE યોજના હેઠળ લાભ મળ્યો

મોરબી: આધુનિક યુગમાં જો માણસ શિક્ષિત ન હોય તો તેને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભણતર માણસના જીવનમાં ખૂબ જરૂરી છે. ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના બાળકોને ભણાવી ગણાવી અધિકારી બનાવવાના સપના પૂરા કરવા તનતોડ મહેનત કરે છે. શાળામાં મેળવેલ શિક્ષણ બાળકના જીવનમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણ દ્વારા મેળવેલું જ્ઞાન બાળકને આત્મ નિર્ભર બનાવે છે. શિક્ષણ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે.

આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તેના ઘડતરમાં કોઈપણ પ્રકારની ઉણપ કે કચાશ રહી જાય તો ચાલે નહીં, માટે શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોમાં શિક્ષણની જ્યોત પ્રજવલિત રહે તે માટે રાજ્ય સરકાર આરટીઇ યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે ખાનગી શાળામાં ભણવાની શ્રેષ્ઠ તક આપી રહી છે. આરટીઇ એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ ખાનગી શાળામાં કુલ બેઠકોની ૨૫% બેઠકો અનામત રાખી પ્રવેશ આપવામાં આવે છે. જેમાં વાલીએ પ્રાઇવેટ સ્કુલની ફી ભરવાની રહેતી નથી. બાળકોની ફી નો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે તદ ઉપરાંત બાળકને દર વર્ષે સ્કૂલબેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકોની સહાયરૂપે બાળકના બેંક ખાતામાં રૂ. 3,000 આપવામાં આવે છે.

આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના નોડલ અધિકારી અશોકભાઈ વડાલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષમાં મોરબી જિલ્લામાં ૮,૯૪૧ બાળકોને લાભ મળ્યો છે. જે અન્વયે રાજ્ય સરકારે આ બાળકોની શૈક્ષણિક ફી પેટે મોરબી જિલ્લાની ૧૬૫ શાળાઓને રૂ.૨,૬૮,૨૩,૦૦૦ ચુકવ્યા છે. આ શાળાઓમાં મોરબી તાલુકાની ૯૨, વાંકાનેરની ૩૦, હળવદની ૨૨, ટંકારાની ૨૦ તેમજ માળીયાની ૦૧ શાળાનો સમાવેશ થાય છે .આર.ટી.ઈ. યોજના હેઠળ વિદ્યાર્થીઓની ફી ઉપરાંત સ્કૂલબેગ, યુનિફોર્મ બુટ વગેરેની સહાય પણ ચૂકવવામાં આવે છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લાના ૮,૯૪૧ બાળકોને આ સહાય અન્વયે રૂ. ૨,૬૮,૨૩,૦૦૦ ચૂકવાયા છે.

મોરબી જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની વિવિધ યોજના દ્વારા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખાનગી સ્કૂલોમાં અન્ય બાળકો સાથે ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આરટીઆઇની જોગવાઈ અનુસાર બાળકોમાં પ્રવેશ માટેની શૈક્ષણિક જવાબદારી શિક્ષણ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર