મોરબી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી બ્રીજ નીચે નર્મદાની પાઈપલાઈનમા ભંગાણ

મોરબી: મોરબી બાયપાસ ઉપર પંચાસર રોડે પંચાસર ચોકડી પાસે આવેલ બ્રીજ નીચે નર્મદાની પાઈપલાઈનમા ભંગાણ પડ્યું છે જેને વીશી થી પચ્ચીસ દીવસથી પાણી વેડફાઇ રહ્યું છે જે પાઈપલાઈન જેમ બને તેમ વહેલી રીપેર કરી પાણીનો બગાડ થતો અટકાવવા સ્થાનીક લોકો દ્વારા ન્યૂઝના માધ્યમ થકી અધિકારીઓને વીનંતી કરાઈ છે.

મોરબી બાયપાસ ઉપર પંચાસર રોડે પંચાસર ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે નર્મદાની પાઈપલાઈનમા ભંગાણ થતા આજ લગભગ વીસથી પચીસ દિવસથી પાણી વેડફાઇ રહ્યું છે તેમજ લાઈનમા પાણી બંધ થાય ત્યારે ઉપરથી વહેતું ગટરનુ પાણી પાઈપલાઈનમા જાય છે તો તે પાણી પીવુ આરોગ્ય માટે હાનીકારક છે જેથી જેમ બને તેમ વહેલી તકે પાઈપલાઈન રીપેરીંગ કરવામાં આવે તેલી સ્થાનીક લોકો દ્વારા મોરબીના અધિકારીઓ તથા સમાજના જવાબ દાર પ્રતિનીધી વ્યક્તિએ ધ્યાન દઈ રિપેરિંગ કરાવવા વિનંતી કરી છે આ જગ્યા પંચાસર ચોકડી ઉપર, નગરપાલિકાના વર્કશોપ સામે પાણીના ટાંકા પાસે આવેલ છે જેમ બને તેમ જલદી રિપેરિંગ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img