હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ…
જે રીતે ઇન્ટર્વ્યૂમાં રાજુદાન ગઢવીએ માયા આહીર સહિતના કલાકારો વિશે વાત કરી છે, તે અંગે તમે શું માનો છો અને કલાકારોના આ વલણને તમે કેવી રીતે જુઓ છો, તેને વીડિયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો…
રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડાયરાના કલાકારોને ચૂકવવામાં આવેલી માતબર રકમનો ખુલાસો કરી કલાકારો સામે મોરચો માંડ્યો છે. તેમણે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડાયરો કરવા માટે માયાભાઈ આહિરને ₹3.50 લાખ અને જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીને 2 ડાયરા કરવા માટે અંદાજે ₹10 લાખ જેટલી મોટી રકમ ચૂકવવામાં આવી છે.
આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર કરદાતાઓ અને સામાન્ય જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પીપળીયાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, આ કલાકારો પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસાથી ડાયરો કરે છે, તેથી તે જ કાર્યક્રમોના સ્ટેજ પરથી સામાન્ય નાગરિકોની મજાક ઉડાવવી કે તેમને વગોવવા તે જરાય યોગ્ય નથી.




