ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી શહેરમાં ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના કાંતિલાલ બાબર વાય મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમા ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને દલવાડી સર્કલ જે બાય પાસ રોડ પર આવેલ છે. હાલ મા કલેકટર દ્વારા ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનાં રોડ ને વનવે જાહેર કરીને હવે ની કોઈ ને બાયપાસ જવું હશે તો ભક્તિ નગર સર્કલ થઇ ને જવું પડશે દલવાડી સર્કલ થી ફક્ત શનાળા રોડ પર આવી શકશે જઈ શક્શે નહી. તેવું જાહેરનામું બહાર પડેલ છે.

મોરબીમા લીલાપર થી ઉમિયા સર્કલ સુધીનો કેનાલનો બીજી બાજુનો રોડ C.C. રોડ બનાવવામા આવેલ છે. પરંતુ ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો રોડ નથી બનાવવામાં આવ્યો શા માટે? તે એક મોટો પ્રશ્ન છે.

થોડા વર્ષો પહેલ જયારે ગંગા – જમુના એપાર્ટમેન્ટ બાજુ નો રોડ જે ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ જાય છે. તેને ત્યાર ના S.P. દ્વારા વનવે જાહેર કરવામ આવેલ હતો. પરંતુ ત્યાર બાદ આ રોડ શા માટે C.C. રોડ બનવવામાં નથી આવ્યો આ એક મોટો પ્રશ્નો છે. શું? હવે આ રોડ ની જરૂરત નથી?. અને ત્યારે શામાટે ? વનવે જાહેર કરવામાં આવેલ હતો તે એક તપાસ નો વિષય પણ છે. આ રોડ ના બનાવ ના કારણે ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક જામ ની સમસ્યા વારવાર થાય છે. તો અમારી માંગણી છે કે આ રોડ ને C.C. રોડ બનાવી ને લોકોની સુવિધા મા વધારે કરવા મા આવે. અને આ કામ તાત્કાલિક મંજુર કરવા મા આવે. જો આવું કરવામાં નહી આવે તો મોરબી ના લોકો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચિમકી ઉચ્ચારી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img