હાલમાં ચોમાસાની ઋતુના પગરણ મંડાઇ ચુક્યા છે.વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખી આ ઋતુમાં વધુ ને વધુ વૃક્ષારોપણ તેમજ તેમનું જતન થાય તે અંગેની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસ્થાન અંતર્ગત એલ. ઈ.કોલેજ ગ્રાઉન્ડ ખાતે વન વિભાગ દ્વારા રોપા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વન વિભાગની ટીમ દ્વારા વૃક્ષા રોપણનું મહત્વ લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, મહેમાનો તેમજ નગરજનોને વિવિધ ઔષધિય મહત્વ ધરાવતા રોપા તેમજ અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...