વાંકાનેરના મોટા ભોજપરા ગામે ખેતરમાં પાલો તથા કડબનો ઢગલો સળગાવનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ 

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ખેડૂતે ખેતરમાં રાખેલ મગફળીનો પાલો તથા જારની કડબનો ઢગલો આરોપીએ સળગાવી દઈ ખેત પેદાશોનુ અંદાજીત ૬૫ થી ૭૦ હજારનું નુકસાન કરી નાસી જનાર શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા ખેતી કરતા એઝાજએહમદ ઇસ્માઇલભાઇ માથકીયા (ઉ.વ.૩૪) એ તેમના જ ગામના આરોપી રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાભભાઈ સારલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની પાધરની વાડીએ રાખવામા આવેલ મગફળીનુ ડુર(પાલો) ઢગલો તથા જારની કડબનો ઢગલો કરેલ હોય તે ઢગલામા આરોપીએ તેમા આગ લગાવી સળગાવી દઇ ખેત પેદાસનુ અંદાજીત પાસઠ હજારથી સીતેર હજાર જેટલુ નુકશાન કરી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img