વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે!
ગાંધીનગર: 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ આવતીકાલે૨/૬/૨૦૨૨ના રોજ ભાજપમાં સામેલ થશે. પાટીદાર આંદોલનથી હીરો બનેલા હાર્દિક પટેલે ભાજપ અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને લઈ અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હતા. ભાજપ સરકારને ઉથલાવવા બેફામ નિવેદનો અને આક્ષેપો કરી આંદોલન કરનારા અને કોંગ્રેસનો પંજો છોડી કમળ પકડનારા હાર્દિકના ભાજપ પ્રવેશની તારીખ અને સમય સામે આવતાં જ ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે.
ભાજપના ઘણા નેતાઓ કહી રહ્યા છે કે, હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે. ભાજપ હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે. જોકે તેના કારણે ભાજપના પાયના કાર્યકરો અને નેતાઓમાં ઉકળતો ચરુ છે પણ પક્ષની મર્યાદાના કારણે ખુલ્લેઆમ વિરોધ નથી કરી રહ્યા.
કેટલાંક નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિકને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. તેના પાટીદાર આંદોલનના સાથી વરૂણ પટેલ ભાજપમાં છે તેની હાલત જોવા જેવી છે, જ્યારે રેશમા પટેલ ભાજપ છોડીને એનસીપીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓનો ઉપયોગ કરી લીધા બાદ તેમને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે, હાર્દિક સાથે પણ આવું જ થશે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...