ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચે આપ્યું રાજીનામુ

મોરબી: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી કોઈપણ પ્રકારના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.

 

 

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહિલા સરપંચ ગીતાબેન ભાવેશભાઈ ગજેરાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું તેઓ છેલ્લા એક વર્ષથી ટંકારા તાલુકાના કલ્યાણપર ગ્રામ પંચાયતમાં સરપંચ છે. પરંતુ તેઓ મહિલા હોવાથી ઘર-પરિવારની જવાબદારી સંભાળવી પડતી હોય અને ઘરકામની સાથે ખેતીકામ કરે છે તેથી તેઓ કામમાં વ્યસ્ત રહેતા હોવાથી સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં પૂરેપૂરી જવાબદારી સંભાળી શકતા નથી અને પંચાયતની કામગીરીમાં પુરતો સમય આપી શકતા ન હોવાથી સરપંચ તરીકે રાજીખુશીથી રાજીનામુ આપું છું. કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપતા હોય તેઓએ આ રાજીનામુ મંજૂર કરવા જણાવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img