મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો 18મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબી: મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના 18 માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. જેમાં આગામી તા.1ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે 18 મો વાર્ષિક પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. આ પાટોત્સવમાં તા.31-10-2022ના સાંજે 4:30 કલાકે શોભાયાત્રા, રાત્રે 9 કલાકે રાસ ગરબા, તા.1-11-2022ને મંગળવારના મહાયજ્ઞ, બપોરે 2 કલાકે બીડુ હોમવામાં આવશે. સાથે મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. આ તકે યજ્ઞના યજમાન તરીકે અભીભાઈ જયંતિભાઈ મેરજા તથા જલ્પાબેન અભીભાઈ મેરજા બિરાજમાન થશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img