મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી 4 વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના ઉમિયા સર્કલ શનાળા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પલેક્ષ દુકાન નં. ૪માં શુભારંભ કરવામાં આવ્યો છે.
હવે મોરબીના જીવદયાપ્રેમીઓને પોતાના પશુ-પક્ષીઓને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. કર્તવ્ય પેટ ક્લિનિકમાં કોઈપણ બિમાર પ્રાણીઓની સારવાર નહિ નફા નુકશાનના ધોરણે સારવાર પુરી પાડવામાં આવશે. ક્લિનિક થકી પશુઓમાં ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ ૫૦%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ વેક્સીનેસન તથા દવાઓમાં ૧૫ થી ૨૦% સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે.
કર્તવ્ય પેટ ક્લિનિકમાં બિનવારસી અને માલિક વગરના પશુ-પક્ષીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. પશુ-પક્ષીઓની રાહતદરે સારવાર માટે લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ અનુરોધ કર્યો છે. તેમજ વધુ માહિતી માટે 7574885747 સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...