મોરબીનાં રફાળિયા નજીક ટ્રેન હડફેટે બે આશાસ્પદ યુવાનોના મોત

મોરબીના રફાળીયા નજીક ટ્રેન હડફેટે બે યુવાનોના મોત થયાની માહિતી મળતાં જ આસપાસના લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવ્યા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી જઇને મૃતદેહ ને પી એમ માટે ખસેડવામાં આવ્યો છે

મળતી માહિતી મુજબ મોરબીમાં રફાળીયા નજીક રાત્રીના ટ્રેન હડફેટે બે યુવાનોના આવી ગયા હોવાની માહિતી મળતા જ આસપાસના લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસની ટીમ દોડી જઇને મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવા આવ્યા હતા તો મૃતકના પરિવારજનો પાસેથી માહિતી મળી હતી કે મૃતક યુવાનો સચિન હિતેશભાઈ ચૌહાણ ઊ.૧૭ અને મેહુલ મનસુખભાઈ મકવાણા ઊ.૧૮ હોવાનું જણાવ્યું હતું તો વધુમાં જણાવ્યું હતું કે સચિનને થોડા સમય પહેલા ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હોય અને બુધવારના રોજ નોકરી પર જવાનું નક્કી કર્યું હોય અને તેનો મિત્ર મેહુલ પણ સાથે કામે જવાના નીકળ્યા હતા તો કોઈ કારખાના માં ગયા હતા ગુરુવાર રાત્રીના ઘરે થી કામે જવાનું કહી નીકળ્યા બાદ માઠા સમાચાર મળતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img