નર્સરી અને કે.જી.ના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
મોરબી: મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર પટેલ સોસાયટીના પોશ વિસ્તારમાં આવેલી 5 માળ ધરાવતી 18 ક્લાસ AC projector CC TV camera 4 ફૂટ play area flor wise washroom sink wifi અન 4000 ફૂટનો પ્લે એરિઆ ધરાવતી બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો.
જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા,દેવાભાઈ અવાડિયા ચેરમેન નગરપાલિકા, ચુનિભાઈ પરમાર સદસ્ય વોર્ડ નંબર-૧૨ અને ચેરમેન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ અનેક વાલીઓની ઉપસ્થિતમાં નાના નાના ભુલકાઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં ગ્રામ્ય જીવન અને શહેરી જીવનની સંસ્કૃતિ આજની ભાગદોડ વાળી માનવ જિંદગીને ઉજાગર કરતો ડ્રાંમાં તેમજ હોટેલ,લગ્ન પ્રસંગ અને પાર્ટીઓમાં લોકો દ્વારા ભોજનનો, અન્નનો કરવામાં આવતો બેસુમાર બગાડની કૃતિ દ્વારા નાના ભૂલકાઓએ ખેડૂતના ખૂન પસીનાથી ઉતપન્ન થતા અન્નનો બગાડ ન કરવાનો મેસેજ આપ્યો હતો,આ બંને કૃતિઓ ખુબજ આકર્ષિત રહી,આ ઉપરાંત બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મન મોહી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમમાં બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કરનાર બાળકોને પ્રથમ,દ્વિતિય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્કૂલના તમામ સ્ટાફ તેમજ રાજેશભાઈ ભીમાણી સંચાલક તેમજ નિમિષાબેન ભીમાણી કોર્પોરેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતા જય દલાલની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક જય દલાલ ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય હતા અને લીંબાયતના ધારાસભ્ય...
અમદાવાદ: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ચપેટમાં છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં પણ વધતી ગરમીને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ...
ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ ગોઝારી દુર્ઘટનાની તપાસ આગામી એક મહિનામાં પૂર્ણ થશે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. 242 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની તપાસ પારદર્શિતાથી થઈ રહી...