મોરબી શહેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર પરિવર્તન યાત્રા શરૂ કરેલ છે જેના ભાગરૂપે આજરોજ આ યાત્રા મોરબી ખાતે આવી પહોંચે આ યાત્રામાં ગુજરાત પ્રદેશ સંગઠન નેતા કૈલાશ દાન ગઢવી રાજુભાઇ કરપડા સહિતના નેતાઓ મોરબી ખાતે આવેલ આ યાત્રા રેલીના સ્વરૂપે સર્કિટ હાઉસ થઈ મોરબીના રવાપર રોડ, સનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો પર કરેલ આ યાત્રા દરમિયાન નેતાઓ દ્વારા મોરબી માં આવેલ તમામ ક્રાંતિકારીઓની પ્રતિમાઓને નમન કરેલ તેમજ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ આશીર્વાદ મેળવેલ આ યાત્રા મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ભાઈ ડાંગર અને મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ની આગેવાનીમાં યોજાઇ હતી.
આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા કૈલાશ દાન ગઢવી એ પગપાળા ચાલીને દુકાનદારોને મળ્યા હતા અને પાર્ટીના મુખ્ય મુદ્દાઓ અને જનતાના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી, આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર અને સ્કૂટર જોડાયેલ.પરિવર્તન યાત્રા મોરબીમાં ફરી વાવડી ગામ ખાતે રોકાઈ હતી જ્યાં રાત્રિના લોકો સાથે નેતાઓએ જનસંવાદ કરેલ અને ૨૭ તારીખના રોજ આ યાત્રા માળીયા શહેરમાં ફરશે અને રાત્રીના મોરબી ખાતે બાપાસીતારામ ચોક માં જનસંવાદ કરશે…
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...