મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે 

મોરબી: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ રામનો જન્મોત્વસ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવાનુ નિર્ધારિત કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત તા.૩૦-૦૩ -૨૦૨૩ ગુરુવારના રોજ રામનવમીના પાવન પર્વ નિમિતે બપોરે ૧૨ કલાકે પ્રભુ રામનો જન્મોત્સવ, મહાઆરતી તથા બપોરે ફરાળ મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનુ અનેરૂ આયોજન કરવા માં આવ્યુ છે. રામનવમીના પાવન પર્વ નિમિતે શિવ પેકેજીંગ પરિવાર, મોરભાઈ રામજીભાઈ કંઝારીયા પરિવાર તેમજ સી.પી. પોપટ પરિવાર તરફથી મહાપ્રસાદમાં યોગદાન અર્પણ કરવામાં આવેલ છે.

રામનવમીના પાવનપર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા તેમજ બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ ગ્રહણ કરવા ધર્મપ્રેમી જનતાને સંસ્થા તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img