Wednesday, May 27, 2026

રાજપૂત કરણી સેના દ્વારા આયોજીત એકતા યાત્રાનું ગુરૂવારે મોરબીમાં આગમન થશે

કાર રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ ભોજન સમારંભ યોજાશે

રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી સોમનાથ મંદિર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એકતા યાત્રા 1 મે 2022થી 16 મે સુધી અલગ અલગ જિલ્લામાં પ્રસાર થશે ત્યારે મોરબી જિલ્લામાં તા 12 ના રોજ આવશે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે.ત્યારે 12મી એ સાંજે 4 વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કાર રેલીનું પણ આયોજન કરાયું છે અને આ કાર રેલી શહેરના અલગ અલગ માર્ગ પરથી નીકળી શનાળા ગામ ખાતે આવેલ રાજપૂત સમાજ વાડીએ પહોચશે અને સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું છે
આ એકતા યાત્રામાં તમામ મોરબી વાસીઓને જોડાવવા કરણીસેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાએ આમંત્રણ આપ્યુ છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img