ટંકારાના સજનપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે હસમુખભાઇ રામજીભાઇ કાસુન્દ્રાની વાડીએ ઝેરી દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ રસીલાબેન દશરથભાઈ ભાખડા આદિવાસી ઉંમર વર્ષ 19 રહે હાલ સજન પર તા. ટંકારા વાળા ગત તા.૨૨-૦૧-૨૦૨૩ ના રોજ સવારના સાતેક વાગ્યા વખતે હસમુખભાઈ રામજીભાઈ કાસુન્દ્રાની વાડીએ કોઈ કારણસર ઝેરી દવા પી જતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અત્રે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટર તપાસી મૃત જાહેર કરેલ જેમનો લગ્ન ગાળો આઠ માસનો હોય અને સંતાન ન હોય તેમ જ સાસુ સસરા થી અલગ રહેતા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img