ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગણિત- વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતું .જેમાં જીજ્ઞાશું વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી
આ મેળામાં ટંકારા તાલુકાના નગરજનો, વાલીગણ, વિદ્યાર્થીઓઓ પ્રદર્શન નિહાળવા પધાર્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ અવનવી કૃતિઓ રજુ કરી હતી આ મેળામાં ટંકારા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના પ્રભુલાલ કામરીયા તેમજ માજી સરપંચ કાનભાઈ ત્રિવેદી , નિલેશભાઈ પટ્ટણી , જયેશભાઈ સેજપાલ , સુકેતુભાઈ રાવલ , સરપંચ શ્રી ગોરધનભાઇ ખોખાણી , જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભુપતભાઇ ગોધાણી , શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ના આચાર્ય ખાંભલાસર , ઓરપેટ કન્યા વિદ્યાલય ના આચાર્ય અસ્મિતાબેન ગામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને પ્રદર્શન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...