મોરબી: દરેક બાળકની સુષુપ્ત શક્તિઓને ખીલવવા, યોગ્ય રસ્તે કેળવણી સાથે શિક્ષણ આપવા, ભણતરની સાથે ગણતર આપવા, સ્પર્ધાત્મક સમયમાં સ્પર્ધા સામે ટકી રહેવા. આવા અનેક ઉમદા હેતુઓથી તપોવન વિદ્યાસંકુલ -જેતપરમાં વિશ્વમાં ભારતને ગર્વ અપાવે તેવી ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન “હમારા ભારત-મેરા ભારત” અને “બિઝનેસ ટાઈકુન એવોર્ડ -2023”નું આયોજન કરેલ હતું જેમાં 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ કૃતિઓ રજુ કરી હતી.
જેમ કે IIM:-Indian Institute of Management ભારતની નં- 1 શૈક્ષણિક સંસ્થા, SBI :- સ્ટેટ બેંક ઓફ ઈંડિયા ભારતની નં-1 સરકારી બેંક, HDFC :- હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઈનાંસિયલ કોર્પોરેશન ભારતની નં–1 ખાનગી બેંક, RBI:- ભારતીય રિઝર્વ બેંક ભારતની તમામ બેંકોની બેંક નાણા છાપનાર, SEBI:- સિક્યુરીટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ભારતીય શેરબજારનું સંચાલન કરતી સંસ્થા, અટલ ટનલ:- પહાડ કોતરીને બનાવેલ ભારતની સૌથી લાંબી ટનલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી:- સરદાર પટેલનું અખંડ ભારત બનાવવાનું વિરાટ કાર્ય બદલ બનાવવામાં આવેલ પ્રતિમા, સર્વોચ્ચ અદાલત:- ભારતના બંધારણનો અમલ કરાવનાર સંસ્થા, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ:- ભારત સરકાર દ્વારા જેમનું નિર્માણ કાર્ય ચાલુ છે .તે ભારત દેશની વિશ્વની સૌથી મોટી સંસદ બેઠક વ્યવસ્થા, કેદારનાથ :- હિંદુ ધર્મની આસ્થાનું પ્રતિક ચારધામોમાં સૌથી મુખ્ય ધામ, આધુનિક ખેતીનાં પ્રણેતા :-ઈઝરાયેલની સંપોષિત ખેતી, સ્માર્ટ સીટી :- વિશ્વનો સૌથી મોટો ડિજીટલ પ્રોજેક્ટ-100 શહેરોને સ્માર્ટ બનાવવા માટે 7 લાખ કરોડ રૂપિયાનું બજેટ, અવકાશ :- સતીષ ધવન સ્પેશ સ્ટેશન- અવકાશ ક્ષેત્રે દુનિયાનાં Top-5 દેશમાં ભારતનું સ્થાન, ઓઝોન :- મનુષ્ય જીવનનું રક્ષા કવચ સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવતું વાયુનું આવરણ, હાઇડ્રો પાવર પ્લાન્ટ :- જળઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર. NHPC ભારતની નં-1 જળવિદ્યુત ઉત્પાદક કંપની.
આ પ્રોજેક્ટની સાથે બીજા ઘણાં બધાં પ્રોજેક્ટ જુદાં-જુદાં વિભાગોમાં જેમ કે વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, વાણિજ્ય, અર્થશાસ્ત્ર વગેરે ક્ષેત્રોમાં પ્રોજેક્ટ તૈયાર કરી વિદ્યાર્થીઓએ પ્રેઝનટેસનઆપ્યું હતું. આશરે 10 થી 12 હજાર લોકોએ મુલાકાત કરી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.
તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુ ભાઈ વડસોલા અને તપોવન પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ દરેક વાલીઓ અને આજુબાજુના દરેક ગામના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...