મોરબીના શક્ત શનાળા ગામે તા.17 ઓક્ટોબરે રંગીલા મામાદેવનો નવરંગ માડવો યોજાશે

મોરબી: ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા તા. ૧૭ ઓક્ટોબર ને સોમવારના રોજ શકત શનાળા, લીમડાવાળા મેલડી મંદિર પાછળ ઉમિયાનગર સોસાયટી મોરબી ખાતે શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજવામાં આવશે.

આ મામાદેવના નવરંગ માંડવામાં તા. ૧૭ ઓક્ટોબર સોમવારે સવારે ૯ કલાકે મામાદેવનું મહાપૂજા, સાંજે ૬ કલાકે ઉમિયાનગર શકત શનાળા ખાતે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક ડમ્મર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગજ્જર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયાવાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ હાજર રહેશે.

આ ધાર્મિક મહત્વનો લાભ લેવાલેવા ચાંદલિયાવાળા મામાદેવ મિત્ર મંડળ મોરબી, લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ મોરબી અને શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટ દ્વારા ધર્મ પ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img