મોરબીમાં બીજાં માળે બાલ્કનીમાં પાણી છાટતી વેળાએ પગ લપસી નીચે પટકાતા મહિલાનું મોત

મોરબી: મુળ નેપાળ દેશના વતની અને હાલ મોરબીમાં મજુરી કરતા પાર્વતીકુમારી રામબહાદુર શાહ ગત તા.૨૪-૦૪-૨૦૨૩ ના રોજ બનાવ વાળી જગ્યા શનાળા રોડ શુભ હોટલ સામે જી.આઇ.ડી.સી. ના નાકે તા.જી. મોરબી વાળી જગ્યાએ કોમર્શિયલ ચાર માળની બિલ્ડિંગ નવા બાંધકામનું કામ ચાલુ હોય ત્યારે બીજા માળે બાલ્કનીમાં મારબલની પટ્ટીઓ લગાવેલ હોય તેમા પાણીની નળીથી પાણી છાટતી વખતે પોતાનો પગ લપસી જતાં બીજા માળેથી નીચે પટકાતાં પાર્વતીકુમારીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img