મોરબી: સમગ્ર ગુજરાતની નંબર-૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૨-૨૦૨૩ શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.
જેમા ૪૧૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૮૬ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ. ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો.
ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૭ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૫૩૩૯ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૨૪૪૦ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૪૧૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૮૬ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે.
આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી -૯૮૨૫૦ ૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા -૮૫૧૧૦ ૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...