રફાળેશ્વર જીઆઇડીસી માં આવેલ ફેક્ટરીની ઓફિસ માંથી જુગાર રમતા સાત પકડાયા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તેમજ પેરોલ ફ્લો સ્કવોડ ને ખાનગી રાહે બાતમી મળી હોય કે રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી માં આવેલ આર્યન મિનરલ્સ રો મટીરીયલ નામના કારખાનાની ઓફિસમાં પ્રકાશભાઈ મનસુખભાઈ પટેલ નામના વ્યક્તિ પ્રથમ માળે રૂમની અંદર,બહારથી માણસો બોલાવી ગેરકાઈ જશે રીતે જુગાર રમવા માટેની સાધન સગવડ પૂરી પાડવામાં આવતી હોય ત્યારે બાતમી આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા સાત જેટલા ઈસમો જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેમના નામ ઠામ પૂછતા તેઓ

(૧) પ્રકાશભાઈ મનસુખભાઈ પટેલ

(૨) સંદીપભાઈ મગનભાઈ પટેલ

(૩) કલ્પેશભાઈ ધીરુભાઈ પટેલ

(૪) કિશોરભાઈ પ્રેમજીભાઈ પટેલ

(૫) રાજેશભાઈ ડાયાલાલ પટેલ

(૬) હેમતભાઈ ધનજીભાઈ પટેલ

(૭) પ્રવીણભાઈ નટુભાઈ દલવાડી

વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ તમામની અટકાયત કરવામાં આવી છે ત્યારે તેમની પાસેથી રોકડ રકમ 2,47,000/- કબજે કરવામાં આવી છે. જુગારધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img