લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના મંત્રી કેશુભાઈ દેત્રોજા,અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણ ની જાગૃતિનો સમાજમાં એક ઉમદા સંદેશા માટે વૃક્ષા રોપણ કરી વૃક્ષોવાવો વરસાદ લાવો છોડમાં રણછોડ અને વધુ વૃક્ષો વધુ ઑક્સિજન આ સૂત્રને સાર્થક કરવા
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રાજપર( કું) ગામે બહુચર માતાજીના પટાંગણમાં અને રોડ રસ્તાની બાજુ પર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં દિત્ય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાનાં માર્ગ દર્શનથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા લા.મનસુખભાઇ જાકાસનીયા અને પ્રોજેક્ટ ચેરમેન લા. મહાદેવભાઈ ચિખલિયા અને ગામના સભ્યશ્રી તેમજ પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહેલ.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...