પરિવાર થી છૂટા પડી ગયેલ ચાર બાળકોને પરિવાર સાથે મિલાપ કરાવતી વાંકાનેર પોલીસ

વાંકાનેર સીટી પોલીસ ટિમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી 5થી 10 વર્ષની ઉંમરના ચાર બાળકો મળી આવ્યાં હતાં. જેની પુછપરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનું જણાવ્યું હતું.

તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું તથા તેમનાં નામ અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.10, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.8, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.6 અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉ.વ.5 હોવાનુ જણાવતા તેની તપાસ કરી તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપવામાં આવ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img