મોરબી : ૧૪ જેટલા ગુનામાં સંડોવાયેલ અને રાયટીંગના ગુન્હામાં ચારેક માસથી ફરાર આરોપી પકડાયો

આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફલો સ્કવોડ ની ટીમ ને ખાનગી રહે બાકી મળી હોય કે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ ૧૪ જેટલા ગુનામાં સંડોવાયેલ અને રાયટીંગના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા માથાભારે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના રાયોટીંગ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી અલીભાઇ મામદભાઇ પલેજા (રહે,કાલીકા પ્લોટ, સાયન્ટીફક રોડ, મોરબી) તેના મામાના ઘરે ધ્રાંગધ્રા, પાણીના ટાંકા પાસે, રિધ્ધી-સિધ્ધી સોસાયટી, જોગાસરરોડ, ખાતે આવેલ હોવાની ચોક્કસ હકિકત મળતા જે હકીકત આધારે સ્ટાફના માણસો સાથે ધ્રાંગધ્રા જોગાસરરોડ, ઉપર તપાસ કરતા પાણીના ટાંકા પાસેથી આરોપી અલીભાઇ મામદભાઇ પલેજાને ઝડપી લીધી હતો. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. જેમાં આરોપી ૧૦ પ્રોહીધારા તળેના તથા ૪ શરીર સબંધી ગુનાઓ આચરેલ હોવાનું ખુલ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img