દિવ્યાંગ મતદારોને PWD APP તથા Voter Helpline અંગે જાગૃત કરાયા
મોરબી જિલ્લામાં PWD અંતર્ગત કાઠીયાવાડ નિરાશ્રિત સંચાલિત વૃદ્ધાશ્રમ મોરબી તેમજ બી.આર.સી.ભવન મોરબી ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ(SVEEP) કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહીમાં એક એક મતનું આગવું મહત્વ છે. દિવ્યાંગ મતદારોને પણ તેમના અમૂલ્ય મતનું મહત્વ સમજાવી મતદાન કરવા તેમણે પ્રેત્સાહિત કર્યા હતા તથા મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ સુધારા વધારા માટે પણ અપીલ કરી હતી. આ તકે મતદાર યાદી સંબંધિત ફોર્મ નંબર ૬, ફોર્મ નંબર ૬(B), ફોર્મ ૮ વગેરે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ઉપરાંત PWD APP તથા Voter Helpline અંગે દિવ્યાંગ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ PWD APP પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના ૪૩ અંતેવાસી તેમજ ૩૫ દિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મતદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં PWD નોડલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.એફ.પિપલીયા તેમજ ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, મોરબીના નાયબ મામલતદારશ્રી જી.એસ.જાડેજા તેમજ બી.એલ.ઓ. વગેરેએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે ૧૪મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...