રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ માળીયા(મિં) ખાતે ૩૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનનું વિધિવત ખાતમુહુર્ત કર્યું હતું.
સામાન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકા પંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હર્ષભેર જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તાર એવા માળિયા તાલુકામાં વિકાસ બુલેટ ગતિથી થઈ રહ્યો છે. તમામ ગામડાઓમાં પ્રાથમિક જરૂરિયાતો ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે અને હજી ખૂટતી કડીઓ પુરાવા સરકાર કટિબદ્ધ છે.સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ માળીયા તાલુકા માટે સિંચાઈ સુવિધા માટે ૧૬૨ કરોડ તથા રસ્તાઓ માટે ૧૭૦ કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ તકે સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી આર.એ. કોંઢિયાએ કર્યું હતું.આ માળીયા તાલુકા પંચાયત ભવનનું ૫૮૮.૦૬ ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે. વાહન પાર્કિંગ થી લઈને ફર્નિચર જેવી અન્ય અદ્યતન સુવિધાઓ સાથે તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ કરવામાં આવનાર છે.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) ના કાર્યપાલ ઈજનેર એ.એન.ચૌધરી, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સવજીભાઈ કરોરિયા, કારોબારી સમિતિના ચેરમેન નિર્મળસિંહ જાડેજા, અગ્રણી સર્વે જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા, મણીલાલ સરડવા, સુભાષભાઈ પડસુંબિયા સહિત માળિયા તાલુકાના પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...