વાઘગઢ પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું
ગામના સ્નેહ અને સહકાર સાથે શાળા દ્રારા આ નવતર પ્રયોગ શ્રમયોગી પરિવાર માટે ( વાઘગઢ ગામના સીમતળ માં રહીને કામ કરતા લોકો ) પરિવાર નું સ્નેહમિલન રાખવામાં આવેલ હતું. આ સ્નેહમિલનમાં શ્રમયોગી પરિવાર ના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને નિરક્ષરતા દૂર કરી સાક્ષર સમાજ બને એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. બાળકોમાં રહેલ ક્ષમતાઓ તેના માતા પિતા રૂબરૂ જુએ એ હેતુથી શાળામાં બાળકોને તેમની સમક્ષ પોતપોતાની ક્ષમતાઓ અને આવડતનું પ્રદર્શન કરેલ. પોતાના બાળકોમાં રહેલા કૌશલ્યો જોઈને તેમના માતાપિતા પણ દંગ રહી ગયા હતાં.
દરેક બાળકો માં સંસ્કાર વિકસે એ પાવન હેતુથી શાળામાં બાળકો ભોજન મંત્ર કરીને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરે છે. બાળકોની આ સુટેવ માત્ર શાળા પૂરતી મર્યાદિત ન રહેતા સીમમાં પોતાના ઘરે જાય ત્યારે પણ તેઓ મંત્ર બોલ્યા બાદ જ ભોજન ગ્રહણ કરે છે. સીમમાંથી આવેલા શ્રમયોગી માતાપિતા ને શાળામાં વિવિધ કાર્યક્રમોમાં દર્શન કર્યા બાદ પોતાના બાળકો પૂર્ણ શિક્ષણ મેળવે અને શિક્ષણ બાબતે જાગૃતતા આવે તે માટે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પોતાના ધર્મમાં સાચી શ્રદ્ધા ટકે અને કોઈ અંધશ્રદ્ધા નો વ્યાપ પરિવારમાં ના થાય તે બાબતે પણ વિસ્તૃત આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવી હતી.