મોરબી : ગુટલીબાજો ને ખેર નથી હવે ! કર્મચારીઓને હાજર રહેવું પડશે

મોરબી : ગુટલીબાજો ને ખેર નથી હવે ! કર્મચારીઓને હાજર રહેવું પડશે

મોરબી નગર પાલિકામાં કર્મચારીઓ મન પડે ત્યારે આવે અને મન પડે તો ન પણ આવે તેવી સ્થિતિ જગજાહેર છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા તમામ કર્મચારીઓને ફરિજયાત હાજરી પુરવા કડક સૂચના સાથે પરિપત્ર અમલી બનાવતા ગુટલીબાજ કર્મચારીઓને વસમું પડી ગયું છે

ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સુપરસીડ થયેલી મોરબી નગર પાલિકામાં હાલમાં પદાધિકારીઓની ગેરહાજરીમાં કર્મચારીઓને બખ્ખા થઈ પડ્યા છે જો કે, પ્રામાણિક કર્મચારીઓ રજાના દિવસે પણ કામ કરતા હોય છે પરંતુ પેઘી ગયેલા ગુટલીબાજ કર્મચારીઓ કોઈને પણ ગાંઠતા ન હોય ઓફિસર ડી.સી.પરમારે આદેશ કર્યો છે.

નગર પાલિકામાં હાલમાં અલગ અલગ વિભાગોમાં અંદાજે ૬૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે પરિપત્રને કારણે અનેક ગુટલીબાજની ઊંઘ હરામ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img