Monday, July 7, 2025

મોરબી: તો શું હવે અવની ચોકડી પર વરસાદી પાણી નહીં ભરાઈ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વર્ષો જૂનો પ્રશ્ન અવની ચોકડી પર જે વરસાદી પાણી નો નિકાલ નો છે તે જે હવે ભાજપને યાદ આવ્યો છેલ્લા ઘણા સમય થી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો વિધાનસભા ની ચૂંટણીમાં મતદાન નો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો કારણકે અવની ચોકડી પર વર્ષો થી વરસાદી પાણી નો નિકાલ છે જ નહીં પણ ભાજપના નેતાઓ ને વિધાનસભા ની ચૂંટણી દરમિયાન મતદાન નો બહિષ્કાર યાદ આવ્યો અને ખાતમુહૂર્ત ની તારીખ આપી દીધી

ખેર “દેર આયે દુરસ્ત આયે” અંતે લોકોની પ્રજાની કામગીરી તો યાદ રહી વિરોધ પક્ષ જાહેર જનતા વિરોધ કરીને થાકી ગઈ સોસીયલ મીડિયામાં વરસાદી પાણીના વીડિયો બનાવી ખૂબ જ વાયરલ થયા ત્યારે ભાજપ ને ખાતમુહૂર્ત હવે સમય મળ્યો

અવની ચોકડી પર વરસાદી પાણી ના નિકાલ નો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષો જૂનો હતો અવાર નવાર જાગૃત નાગરિક વિરોધ પક્ષ દ્વારા લેખિત મૌખિત રજુઆત કરવામાં આવી હતી વાહન ચાલકો રાહદારીઓ આસપાસ આવેલ ટ્યૂશન કલાસીસ તમામ હાલાકી નો સામનો કરી રહ્યા હતા ત્યારે આગામી 1 તારીખે વરસાદી પાણી નો નિકાલ થઈ જશે તેવું ભાજપ અગ્રણીઓ કહી રહ્યા છે પણ મુહુર્ત કર્યા બાદ જોવું રહ્યું પાણીનો નિકાલ થાઈ છે કે લોલીપોપ આપે છે

દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાથી આજુબાજુની સોસાયટીના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આથી આજુબાજુની સોસાયટીઓના રહીશોએ ઘણી વખત આ પાણીના નિકાલનું યોગ્ય નિરાકરણ લાવવાની રજુઆત કરી હતી. ત્યારે હવે તંત્ર અને સરકાર જાગી છે અને અવની ચોકડી વિસ્તાર અને આજુબાજુની સોસાયટીમાં વરસાદી પાણીની નિકાલ માટેની અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઇપલાઇન નાખવાની યોજનાનું તા.1 જૂનના રોજ સવારે 9-30 કલાકે ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાલધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, રણછોડભાઈ દલવાડી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર