છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ, ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે
મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે. જેમાં સયુંકત પરિવારની પ્રથાને બચાવવાની થીમ ઉપર આ આખો કાર્યક્રમ યોજાશે અને આ છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ કરાઈ છે. જેમાં ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે.
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર ખાતે આવેલ વરિયા મંદિરે આવતીકાલે તા.24 જુનને શનિવારે સાંજે 7-30 કલાકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ અને વડીલ વંદના સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પૂરતો જ સીમિત નહિ રહે. આ કાર્યક્રમમાં સયુંકત કુટુંબની પ્રથા બચાવવાનો મૂલ્યવાન સંદેશ આપવામાં આવશે. જેમાં આજકાલ થોડી ઘણી કુટુંબમાં કલેશ થાય તો પણ પરિવારનો માળો વિખાઈ જાય છે અને વિભક્ત કુટુંબ પ્રથા ખૂબ જ અમલી બની છે. જ્યાં જુઓ ત્યાં વિભક્ત કુટુંબ જ જોવા મળે છે. સયુંકત કુટુંબ તો ક્યાંક જ જોવા મળે છે. આજની તારીખે પણ જે ત્રણ ત્રણ પેઢી સાથે મોટો સયુંકત પરિવાર સાથે રહે છે તે વડીલોનું કુનેહ અને સૂઝબૂઝનું પરિણામ છે. આથી આવી ત્રણ ત્રણ પેઢીને એક તાંતણે બાંધીને સયુંકત પરિવારને જીવંત રાખનાર આદરણીય સમાજના વડીલોનું ગૌરવભેર સન્માન કરાશે. આવા 20 વધુ સયુંકત પરિવાર છે તેના વડીલીનું ઉષ્માભર્યું સન્માન કરાશે. આ ઉપરાંત 1થી કોલેજ સુધીના 80 તેજસ્વી સમાજના વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાશે. સમાજના પ્રથમ સીએ બન્યા હોય તેનું અને ત્રણ ડોકટરોનું પણ સન્માન કરાશે. ખાસ સયુંકત પરિવારને બચાવવા માટે સુંદર મજાનું નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...