મોરબી: સૌ પ્રથમ કારોબારીની શરૂઆત જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓ અને દરેક તાલુકામાંથી આવેલા કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન મંત્ર સાથે કારોબારી શરૂ થઈ. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા શિક્ષક સમાજને સ્પર્શતા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવા માં આવી જેમ કે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 1 જુલાઈથી દરેક કાર્યકર્તાઓને દરેક શિક્ષકો સુધી પહોંચી સદસ્યતા અભિયાનમાં શિક્ષકોને જોડી સંગઠનના સભ્યો બનાવવા, ત્યારબાદ દરેક તાલુકામાં ગુરુપૂર્ણિમા અંતર્ગત ગુરુ વંદના કાર્યક્રમ ગોઠવવો અને ગુરુ વંદના કાર્યક્રમમાં વધુમાં વધુ શિક્ષકોને જોડવા તેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ શિક્ષકોનો પ્રાણ પ્રશ્ન જૂની પેન્શન યોજના, જીપીએફ ખાતા ટ્રાન્સફર કરવા, શિક્ષણની ગુણવત્તા સુધારવા દરેક શિક્ષકો ભૂમિકા શું છે? તેની ઝાંખી આપી અને આવનારા સમયમાં સંગઠન દ્વારા શિક્ષકોના પ્રશ્નો ને હલ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કટિબંધ છે એવી ખાત્રી આપી
ત્યારબાદ મોરબી જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા સમાજમાં એક કાર્યકર્તા તરીકે આપણી શુ ભૂમિકા છે ?, આપણું શું કાર્ય છે ? તેની જીણવટ ભરી અને સચોટ માહિતી આપી. આવનારા સમયમાં મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ,કર્તવ્ય બોધ દિવસ અને બીજા આવનારા કાર્યક્રમમાં શિક્ષકોને જોડી સમાજને આગળ વધારવા માટે શિક્ષકોની શું ભૂમિકા છે તેની માહિતી આપી.
દરેક તાલુકાના કાર્યકર્તાઓએ પોતાના અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરી અને તેને ઉકેલવા માટે ગહન ચર્ચા કરવામાં આવી.
ત્યારબાદ કારોબારીની બેઠકને અંતે નિરવભાઈ બાવરવા જિલ્લા સહપ્રચાર મંત્રી દ્વારા કલ્યાણ મંત્ર કરી અને ત્યાં ઉપસ્થિત સંગઠનના દેવ દુર્લભ કાર્યકરો એ હળવો નાસ્તો કરી બેઠક ને પૂર્ણ કરવામાં આવી. એમ જિલ્લા સહ પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવાની યાદીમાં જણાવવામાં આવે છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...