Tuesday, May 13, 2025

શ્રી સજનપર પ્રા. શાળામાં બેંક ઓફ બરોડાના 116મા સ્થાપના દિન નિમિત્તે ટંકારા શાખા દ્વારા 8 સિલિંગ ફેનની ભેટ અર્પણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે તા. 20 જુલાઈ 2023 મા રોજ બેન્ક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે ટંકારા શાખા દ્વારા ટંકારા તાલુકાની સરકારી શાળા શ્રી સજનપર પ્રાથમિક શાળામાં 8 સિલિંગ ફેન ભેંટ આપવામાં આવ્યા. આ તકે ખાસ નોંધનીય છે કે બેન્ક વિવિધ ક્ષેત્રોમાં પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવે છે.

આજે શ્રી સજનપર પ્રાથમિક શાળામાં 8 સિલિંગ ફેન આપવા માટે બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાના ચીફ મેનેજર અનિમેષભાઈ પાઠક, બેન્ક ઓફિસર દર્શનભાઈ જાનાણી અને બેન્ક કર્મચારી આનંદભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમના દ્વારા શાળાના બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બેન્ક ઓફિસર શક્તિસ્વરૂપસિંગનો પણ ખૂબ જ સાથ સહકાર મળેલ જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ચીફ મેનેજર તેમજ બેન્ક ઓફિસરનું શાળા પરિવાર વતી શાલ અને પુસ્તકથી સન્માન કર્યું અને બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાનો ખુબ ખુબ આભાર પ્રગટ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર