મોરબીનાં શ્રી પાટીદાર નવરાત્રિમાં ગરબાનો જામ્યો માહોલ અને ઘેલું થયું યૌવનધન

મોરબીની નવરાત્રી મહોત્સવમાં આગવું સ્થાન પ્રાપ્ત કરતું શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવ

પહેલાના સમયથી વપરીત હવે આજના સમયમાં બદલાતા યુગ મુજબ ઓરકેસ્ટ્રા પાર્ટીઓના સહારે ગરબા ગવાઇ રહ્યા છે. જેમાં ભક્તિમય ગરબાની સાથે સાથે હિન્દી ફિલ્મી ગીતો પર પણ યૌવન ધન થનગનાટ કરતું જોવા મળે છે ત્યારે મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિમાં ગરબા રસિકો તેનો મુક્તમને આનંદ ઉઠાવી રહ્યા છે

મોરબી શહેરનાં એસ.પી રોડ ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર તથા સામાજિક કાર્યોના લાભાર્થે આયોજિત શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવ ના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મન મૂકી ને ઝુમિયા હતા અને શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવ માં મોટી સંખ્યામાં ખેલૈયા ઉમટી પડ્યા હતા સાથો સાથ પોલીસ પરીવાર,પત્રકાર પરીવાર,સામજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમને કુલદીપ ગઢવી, જ્યોતિ ઠાકુર,હર્ષિત ચૌહાણ,રવી ગજ્જર, સ્વાતિ પ્રજાપતિ સહિતના કલાકારોએ પોતાના સુરીલા અવાજમાં ખેલૈયાઓને ઝુમાવ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img