મોરબી: પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ નોંધાવી ફરીયાદ

મોરબી : મોરબીની દિકરી કચ્છના ગાંધીધામ ખાતે સાસરીયે હોય ત્યાં સાસરીયા પક્ષ દ્વારા પરણીતાને શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ રહેવાસી કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના અને હાલ મોરબીના વીસીપરા મદીના સોસાયટી પવીત્ર કુવા પાસે રહેતા સમીમબેન સુલેમાનભાઈ જીગીયા એ આરોપી સલેમાનભાઈ અબ્બાસભાઈ જીંગીયા, હનીફભાઇ અબ્બાસભાઈ જીંગીયા, મરીયમબેન હાસમભાઈ જીંગીયા, નુરજહ ઉર્ફે નુરીબેન અયુબભાઈ જીંગીયા, હજીયાણા ઉર્ફે સરીફબેન અયુબભાઈ જીંગીયા તથા જીન્નતબેન અયુબભાઈ જીંગીયા રહે. બધા – એકતાનગર કિડાણા સોસાયટી ગાંધીધામ તા. ગાંધીધામ જઈ. કચ્છવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૨-૨૦૨૩ થી ૦૪-૦૮-૨૦૨૩ સુધી ફરીયાદીને આરોપીઓએ અવાર નવાર નાની નાની બાબતોમા તથા ઘરકામ બાબતે મારકુટ કરી તુ બવ જાડી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તને રાખવી નથી તેમ કહી ફરીયાદીના પતિને ખોટી ચડામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર સમીમબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img