મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી દીકરી ના જન્મદીન ની ઉજવણી કરતા હાર્દિકભાઈ કોટેચા

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી હાર્દિકભાઈ કોટેચા તથા હીનાબેન કોટેચાએ તેમની સુપુત્રી મિશા ના પાંચમા જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના હાર્દિકભાઈ કોટેચાએ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ તકે હાર્દિકભાઈ કોટેચા, હિનાબેન કોટેચા, મુકેશભાઈ કોટેચા તથા કોકીલાબેન કોટેચા સહીત ના કોટેચા પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ,અનિલભાઈ સોમૈયા,કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img