મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 172 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી કાલીકા પ્લોટ અશોકભાઈ ડાભીના મકાન પાસે ખુલ્લા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ૧૭૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી કાલીકા પ્લોટ અશોકભાઈ ડાભીના મકાન પાસે ખુલ્લા પ્લોટમાં આરોપી રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા (ઉ.વ.૨૦) રહે. કાલીકા પ્લોટ કરીમભાઈના બંગલાની પાસે મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૭૨ કિં રૂ. ૫૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ સાહીલ રહીમભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લોટ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img