Wednesday, May 21, 2025

મોરબીમાં આખલાઓના યુદ્ધથી જનતા પરેશાન; આખલા પકડવા સામાજિક કાર્યકરોએ કરી માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં આખલાઓના સંખ્યા વધી ગઈ હોવાથી જ્યાં જોવો ત્યાં રોડ અને શેરીમાં આંખલા ઝઘડતા હોય છે જેનાથી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સામાજીક કાર્યકરો દ્વારા નગરપાલિકાને આખલા પકડવા રજુઆત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે,જગદીશભાઈ જી.બાંભણીયા, તથા ચિરાગ સેતા રાણેવાળીયા દેવેશ મેરૂભાઈ સામાજીક કાર્યકરોએ મોરબી નગરપાલિકાને રજૂઆત કરી છે કે મોરબીની અંદર ઢોરનો ત્રાસ અનેક ઠેકાણે દરબારગઢ, ગ્રીન ચોક, સ્ટેશન રોડ ધકકાવાળી મેલડી માતાજીનું મંદીર જયાં લાખો લોકો દરશન માટે જાય છે, નગર દરવાજો દમધમતો એરીયા, જેલ રોડ, લખધીરવાસ ચોક, વાવડી રોડ, શનાળા રોડ, રવાપર રોડ, સામા કાંઠે વિસ્તાર મોરબી-૨ જયાં જુઓ ત્યાં ખુટીયાનો ત્રાસ મોરબીના સમાજીક કાર્યકરો અને આમ જનતાની માંગણી તાત્કાલીક આ ઢોર ને મોરબી નગરપાલીકા દ્રારા ઢોર પકડવાનું અભ્યાન ચાલુ કરે માથે તહેવારો પણ આવી રહીયા છે ત્યારે રાત્રે ગયઢા લોકોને સાંજના સમયે મંદીરે જાવુ હોય તો બીતા બીતા નીકળે છે જુવાનીયાને પણ આખલા અમુક ઠેકાણે આખલા યુદ્ધ થાય છે ત્યારે અનેક વાહનોને નુકશાન થાય છે અને માણસો ને પણ નુકશાન થાય છે કેટલાક લોકોનો જીવ પણ લઇ લે છે.

આ બાબતની ગંભીર નોંધ લઈને મોરબી ચીફ ઓફીસર, કલેકટર, વહીવટદાર, મોરબીના ધારા સભ્ય કાન્તીભાઈ અમૃતીયા જાણ કરવામાં આવી છે અને તાત્કાલીક પગલાં લેવા એવી પ્રજા જનોની અને મોરબીની જનતાએ માંગ કરી છે હાલ તો મોરબીનો બેઠો પુલ નીચે ઝુપડ પટ્ટીમાં ગરીબ અને તેના નાનાં છોકરાઓ પણ રહે છે તેની અંદર પણ આખલા ધુસી ગયા હતા. આ રજુઆતને ઘ્યાનમાં લઇ તાત્કાલીક પગલાં લેવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર