હળવદના અજીતગઢ ગામે દિવસની લાઈટ આપવા ખેડુંતોની માંગ 

હળવદ: હળવદ અજીતગઢ ગામે મીયાણી ફિડરમાથી અજીતગઢ ફિડર, માધવનગર ફિડર અને સપના ફિડરમા દિવસની લાઈટ આપવા હળવદ પી.જી.વી.સી. એલ નાયબ ઈજનેરને ખેડુંતોએ કરી રજુઆત.

મિયાણી સબ સ્ટેશન જેટકો આવેલું છે અત્યાર સુધી પ્રાઇવેટિકરણ હતું હાલ સરકારી જોબ પર આવી જતા લાઇટમાં ફેરફાર થયો ખેડૂતોને પિયત માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મીયાણી ફિડરમાથી અજીતગઢ ફિડર, માધવનગર ફિડર અને સપના ફિડરમા દિવસની લાઈટ આપે એવી ખેડૂતોની માંગણી છે . બીજું કે મીયાણી ફિડરની બાજુમાં સોલાર પ્લાન માથી પાવર વધે છે તેમ છતા દિવસનો પાવર આપતા નથી તો દિવસનો પાવર આપે એવી ખેડૂતો દ્વારા હળવદ પી.જી.વી.સી.એલ નાયબ ઈજનેરને રજુઆત કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img