ટંકારા: 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે તારો વૈભવ રંગ મહેલ ને નોકર ચાકર નું ધાડું, મારે આંગણ ચકલી આવે તે જ મારું રજવાડું. તે સંદર્ભે ભૂત કોટડા પ્રા.શાળામાં 5 માળનું અનોખું ચકલી હાઉસ બનાવવામાં આવ્યું.
એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચી.ચી કરતી ચકલી જોવા મળતી.જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલી જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.આધુનિક સમયમાં ઘરમાં આ પ્રકારની જગ્યાના રહેતા તેમજ ગ્રીનરી ઘટતા દાણા, પાણી ન મળતા ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે.એવી ઘણી વસ્તુઓ છે જે બદલાતા સમયમા દુર્લભ બનતી જાય છે. જેમા નાનકડા પક્ષી ચકલીનો સમાવેશ થાય છે. એ સમય બહુ દુર નથી જ્યારે આવનાર પેઢીને ચકલી અંગે માહિતી આપવી હશે તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષીની તસ્વીરનો સહારો લેવો પડશે.આ પક્ષીના લુપ્ત થવા માટે બીજુ કોઇ નહી પણ આપણે પોતે જવાબદાર છીએ.જો હજી પણ જાગૃત નહી થઇએ તો બીજા પક્ષીઓની પણ આવીજ સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં.
ત્યારે ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળા ના શિક્ષિકા બહેન ગીતાબેન મનસુખલાલ સંચલા ને વિચાર આવ્યો કે આધુનિક યુગમાં માણસો પણ ફ્લેટમાં રહેતા થઈ ગયા છે.તો આ ચકલીઓ પણ એક સાથે રહી શકે,તેમને પોતાના રહેણાંક માં જ ચણવા માટે ચન,પાણી,રમવા માટે હીંચકા બેસવા માટે ડાળી બધું એક જ જગ્યાએ મળી રહે તો? તેમણે આ વિચાર ટંકારાના વતની અને પક્ષીપ્રેમી જયેશભાઈ મનીપરા એ માત્ર 2 જ દિવસ માંજ ગીતાબેન ના વિચારો ને સુસંગત થાય તેવું લાકડાનું સુંદર ઘર બનાવી આપ્યું.જેને ગીતાબેને “સ્પેરો હાઇટ્સ” નામ આપ્યું. શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકો દ્વારા આ ઘરની સજાવટ અને રંગરોગાન કરવામાં આવ્યા.તેમજ ચકલી માટે ઘરમાં જ ચણવા મટે ચણ,પાણી,રમવા માટે હીંચકા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત બધા બાળકો ને ચકલીના માળનું વિતરણ કરવામાં આવ્યું.
જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ઘરમાં પણ ચકલીની ચીચી સાંભળી શકે.આ રીતે ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાય તેવો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...
ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે.
5 સિસ્ટમ સક્રિય થતાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેલમાર્ક લો પ્રેશર,...