મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી પટેલનગર સોસાયટી આલાપ રોડ ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમા આવેલ રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ પરેક દુર્ગાભાઈ બીકે ઉ.વ.૨૮ ધંધો.બહાદુરનો રહે.ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટ પટેલ નગર સોસાયટી આલાપ રોડ મોરબી મુળ રહે. નરહરીનાથ ગાવપાલીકા -૧ કાલીકોટ નેપાળ વાળાને ગઈ કાલ તા.૧૬/૦૪/૨૦૨૪ ના રોજ રાતના મોબાઈલ ફોનમાં તેમના પત્ની સાથે બોલાચાલી થયેલ હોય જેથી લાગી આવતા મોરબી પટેલ નગર સોસાયટી આલાપ રોડ ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવાના સ્ટેન્ડની લોખંડની ઈંગલ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરેક નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img