મોરબી: મચ્છુ -3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવશે, નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૩ સિંચાઇનો એક દરવાજો ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે જેથી નીદિ કાઠાના ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરાયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૩ ડેમની મરમતની કામગીરી અર્થે પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થયેલ છે તેથી સિંચાઇ યોજનાના નીચાણવાસમા આવતો ગામો મોરબી તાલુકાના ગામો; (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) રવાપર (નદી) (૮) ગુંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બહાદુરગઢ (૧૩) સોખડા તથા માળિયા(મીં) તાલુકાના ગામો :- (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) રાસંગપર (૫) વિરવદરકા (૬) માળિયા(મીં) (૭) હરીપર (૮) ફતેપર ના ગ્રામજનોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img