હળવદ નજીક ધાંગધ્રાના યુવકે ટ્રેન નીચે પડતું મુક્યું

હળવદ: હળવદના સુખપર ગામની સીમમાં એસ્ટ્રોન રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકતા ધાંગધ્રાના યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ નાગરભાઇ ઇશ્વરભાઇ પરમાર ઉમર વર્ષ ૪૩ રહે ધ્રાગધ્રા નરસીપરા જુના જીવાના રસ્તે જી સુરેન્દ્રનગર વાળાની દિકરી ક્રિષ્ના ઉમર વર્ષ ૨૧ વાળી ગત તા.૦૩-૦૬-૨૦૨૪ ના રોજ સવારના અરસામા ઘરેથી કોઇને કાઇ કહ્યા વગર લગ્ન કરવાના ઇરાદે જતી રહેલ હોય જે નાગરભાઈને મનમા લાગી આવતા પોતાની મેળે ટ્રેન નીકળતા ટ્રેનમા પડતુ મુકી ટ્રેન નીચે આવી જઇ ટ્રેન નીચે કપાઇ ગંભીર ઇજા પહોંચતા નાગરભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img